Sunday, March 13, 2016

ઓર્થોડેન્ટિસ્ટ સારવારઆજના યુગમાં સુંદર અને સ્માર્ટ દેખાવું તે દરેક માટે મહત્ત્વનું છે. તેથી તેઓ પોતાના પૈસા સૌંદર્ય પ્રસાધનોમાં ખર્ચતા જોવા મળે છે. વ્યક્તિના ચહેરાના ઘાટ અને દેખાવમાં દાંત મહત્ત્વનો ભાગ ભજવે છે. સારા દેખાવવાળી વ્યક્તિને સામાન્ય રીતે વધારે મહત્ત્વ મળે છે તેમજ તેવી વ્યક્તિઓનો આત્મવિશ્વાસ પણ વધારે હોય છે. જેથી તેમને સામાજિક માન-સન્માન પણ વધારે સારી રીતે મળે છે. વાંકાચૂકા અને આગળ પડતા દાંતવાળી વ્યક્તિ તેમજ બાળકોને મજાક, મસ્તી કે ચીડવણીનો સામનો પણ કરવો પડે છે. જેથી બાળકોમાં સેલ્ફ કોન્ફિડન્સ ઘટી જાય છે. વાંકાંચૂકાં દાંત, દાંત વચ્ચેની જગ્યા અને આગળ પડતાં દાંતની સમસ્યાની સારવાર ઓર્થોડેન્ટિસ્ટ પાસે કરાવવાથી દાંત એકદમ નોર્મલ બનાવી શકાય છે. બાળપણમાં વાંકાંચૂકાં દાંતની સમસ્યાની શરૂઆત થઈ હોય છે, તેથી બાળક જ્યારે નાનું હોય ત્યારે જ સારવાર કરાવી લેવી જોઈએ. જેથી મોટા થઈને આ સમસ્યા ન રહે.

લક્ષણો
* આગળ પડતા દાંત હોવા જેથી હોઠ બંધ ન થવા.

* જડબું પાછળ હોવું.
* જડબું આગળ હોવું.
* દાંતને કારણે પેઢાંમાં ઈજા થવી.
* દાંત બરાબર બંધ ન થવા.
* વાંકાચૂકા દાંત, જેના કારણે ખોરાક દાંતમાં ફસાઈ જવો. પરિણામે પેઢાંનો રોગ (પાયોરિયા) થવો.
* હાસ્ય દરમિયાન પેઢાં દેખાવાં.
કારણો
* વારસાગત.
* દૂધના દાંત વહેલા કે મોડા પડવા અને જેમ બાળક અમુક સમયગાળામાં ચાલતાં કે બોલતાં શીખી જવાં જોઈએ. તેવી જ રીતે દૂધના દાંત અમુક સમયગાળામાં પડી જવા જોઈએ.
* બાળકોની ટેવો જેવી કે હોઠ ચૂસવાની, અંગૂઠો કે આંગળી મોઢામાં લેવાની, મોઢું ખુલ્લું
* રાખીને સૂવાની વગેરે જેવી ટેવો બાળકોના દાંત અને જડબાંને વિપરીત અસર કરતી હોય છે. પરિણામે બાળકોનાં જડબાંનો વિકાસ ઘટી અથવા વધી જાય છે.
* ઘણાં બાળકો કે વ્યક્તિના દાંતની સાઇઝ અને જડબાંની સાઇઝને મેચ કરતી નથી અથવા તો દાંત વધારે કે ઓછા હોય છે. જેથી વાંકાચૂકા દાંતની વચ્ચે જગ્યા રહી જતી હોય છે.
સારવાર
* આગળ જોઈ ગયા એવાં લક્ષણો ધરાવતાં બાળકો તથા દર્દીઓની સારવાર ઓર્થોડેન્ટિસ્ટ (વાંકાંચૂકાં અને આગળ પડતા દાંત-જડબાંની સારવારના નિષ્ણાત ડોક્ટર) કરતાં હોય છે.
* આગળ અથવા પાછળ પડતાં જડબાંની સારવાર બાળકોના વિકાસ દરમિયાન Growth Modulation applianceથી થતી હોય છે. તેને કારણે બાળકોને ઓર્થોડેન્ટિસ્ટ પાસે ૭થી ૧૦ વર્ષ દરમિયાન એક વાર ચેકઅપ કરાવવું જરૂરી હોય છે. બાળકોનો વિકાસ પૂરો થયા પછી જડબાંનો વિકાસ થતો નથી. જો તેવા સમયે જડબું નાનું-મોટું થઈ ગયું હોય તો પછી સર્જરી કરાવવી પડે છે. વાંકાંચૂકાં અને આગળ પડતાં દાંતની સારવાર બ્રશીસથી થતી હોય છે.
* ઘણા પ્રકારનાં બ્રશીસ આવતાં હોય છે. મુખ્ય સિરામિક અને મેટલ બ્રશીસ હોય છે. સિરામિક એટલે કે દાંતના કલરનાં બ્રશીસ. મેટલ બ્રશીસ પણ ઘણાં જ પ્રચલિત છે.
* આ પ્રકારનાં બ્રશીસની સારવારમાં ચાર દાંત પાડવાની જરૂર પણ પડી શકે છે. આ દાંત પાડવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદ્ભવતી નથી અને દાંત પાડયા પછી તેની જગ્યાએ આગળના દાંત અથવા તો પાછળ દાંત આવી જતાં હોય છે. જેથી નવા દાંત નાખવાની પણ જરૂર પડતી નથી.
* બાળકોના mixed dentition stage (એટલે કે દૂધના અને કાયમી દાંત આવતા હોય ત્યારનો સમય) જે ૬થી ૧૨ વર્ષ દરમિયાન ઓર્થોડેન્ટિસ્ટના ઓબ્ઝર્વેશનમાં રાખવાથી ભવિષ્યમાં વાંકાચૂકા દાંત અને દાંત વચ્ચેની જગ્યા કાયમી દાંતમાં ફેરવાતા રોકી શકાય છે. સારવાર દરમિયાન લગભગ દુખાવો થતો નથી.
* આ સારવારનાં પરિણામો ખૂબ જ સારાં હોય છે. જ્યારે સારવાર એક નિષ્ણાત ડોક્ટર દ્વારા અત્યાધુનિક ટેક્નિકથી કરવામાં આવે છે.

http://www.thesmilecenter.co.in

drbhavin vasava
9558807219

Saturday, March 12, 2016

દાંત ની સંભાળ :

દાંત ની સંભાળ :
http://www.motherinc.org/wp-content/uploads/2012/06/Proper-Brushing-Techniques.jpg  

દાંત ને સ્વસ્થ રાખવા માટે રોજ બે વાર, એટલે કે રાતે સુતા પહેલા તથા સવારે ઉઠીને બ્રશ કરવું જોઈએ તે માટે યોગ્ય બ્રશ જે વધારે સખત ન હોય તેનો ઉપયોગ કરવો. બ્રશને યોગ્ય રીતે દાંત ઉપર ઘસવું જોઈએ. ઉપરના દાંતને ઉપરથી નીચે અને નીચેના દાંતને નીચે થી ઉપર એમ સાફ કરવા. ત્રાંસી રીતે દાંતને ઘસવા યોગ્ય નથી. તેનાથી દાંતને તથા પેઢાને નુકશાન થઇ શકે છે દાંતની અંદરની સપાટી ને પણ બ્રશ વડે સાફ કરવી જોઈએ. તે ઉપરાંત દાંતને ફ્લોસ પણ કરવા જોઈએ (ખાસ પ્રકાર ના દોરાથી સાફ કરવા)

દાંતનું ચેક અપ :

સામાન્ય રીતે દર વર્ષે બે વાર દાંતના ડોક્ટર પાસે ચેક અપ કરાવવું જોઈએ. તેથી દાંતની બીમારી નું વહેલું નિદાન અને સારવાર થઇ શકે. તે તપાસ વખતે જરૂર લાગેતો દાંતને સાફ કરાવવા જોઈએ. (સ્કેલીંગ). જે લોકોને દાંતની બીમારી જેમકે પેઢા સોજેલા, પેઢામાંથી લોહી નીકળવું, દાંત માં સડો હોય કે દાંતમાં દુખાવો હોય તેમણે દાંતા ડોક્ટર ને વધરે વખત મળવું જરૂરી છે.

દાંતના ચેક અપ વખતે :

તમારા દાંત, પેઢા, મોઢાની અંદરની ત્વચા, વગેરેની તપાસ ડોક્ટર કરશે.તમે કઈ રીતે અને ક્યારે બ્રશ કરો છો તે પૂછશે. તમારા બીજા મેડીકલ કાગળ તથ દવાઓ વિષે પણ ડોક્ટર ને જણાવશો. તપાસ કર્યા પછી ડોક્ટર જરૂરી સારવાર વિષે સમજાવશે.

દાંતની સફાઈ (સ્કેલિંગ).:

દાંતની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે છે. તેમાં અમુક ખાસ સાધન વડે દાંત અને પેઢા વચ્ચે સફાઈ કરી ને પ્લાક / કચરો દુર કરવામાં આવે છે. જેથી પેઢા ના રોગો અટકાવી શકાય છે તથા દાંતનું આયુષ્ય વધે છે.

પાલીસ કરવું (પોલિશિંગ):

એક વાર દાંત સાફ થઇ ગયા પછી તેના ઉપરના ડાઘ પાલીસ કરીને દુર કરવા માં આવે છે. તે માટે ખાસ તત્વ અને સાધન નો ઉપયોગ કરવામાં આવે છે.

એક્સરે અને સારવાર:

જો ડોક્ટર ને જરૂર જણાશે તો દાંતનો એક્સરે લેવાનો જણાવશે. ત્યારબાદ જરૂર જણાશે તો સારવાર સુચવશે. જરૂર પડે તે દાંત ની બીજી ઉપશાખા ના નિષ્ણાતની મદદ લેશે.

સલાહ:

તપાસ વખતે ડોક્ટર તમને કેવી રીતે બ્રશ કરવું તથા ફ્લોસ કરવું તે સમજાવશે. તેને અનુસરવાથી દાંતની તથા પેઢાની બિમારીઓ થતી અટકાવી શકાય છે.

Friday, March 11, 2016

Root Canal Treatmentt- English

Root Canal Treatment
Has your dentist or endodontist told you that you need root canal treatment? If so, you're not alone. Millions of teeth are treated and saved each year with root canal, or endodontic, treatment. Learn more about root canal treatment and how it can relieve your tooth pain and save your smile.

Inside the tooth, under the white enamel and a hard layer called the dentin, is a soft tissue called the pulp. The pulp contains blood vessels, nerves and connective tissue, and helps to grow the root of your tooth during development. In a fully developed tooth, the tooth can survive without the pulp because the tooth continues to be nourished by the tissues surrounding it.

Contrary to jokes about the matter, modern endodontic treatment is very similar to having a routine filling and usually can be completed in one or two appointments, depending on the condition of your tooth and your personal circumstances. You can expect a comfortable experience during and after your appointment.
  • Saving the natural tooth with root canal treatment has many advantages:
  • Efficient chewing
  • Normal biting force and sensation
  • Natural appearance
  • Protects other teeth from excessive wear or strain 

How does endodontic treatment save the tooth?

Treatment Options Image 2     Root canal or endodontic treatment—treatment done to the inside of the tooth—is necessary when the pulp becomes inflamed or infected. The inflammation or infection can have a variety of causes: deep decay, repeated dental procedures on the tooth, faulty crowns, or a crack or chip in the tooth. In addition, trauma to a tooth may cause pulp damage even if the tooth has no visible chips or cracks. If pulp inflammation or infection is left untreated, it can cause pain or lead to an abscess.

    During root canal or endodontic treatment, the inflamed or infected pulp is removed and the inside of the tooth is carefully cleaned and disinfected, then filled and sealed with a rubber-like material called gutta-percha. Afterwards, the tooth is restored with a crown or filling for protection. After restoration, the tooth continues to function like any other tooth.

     Endodontic treatment helps you maintain your natural smile, continue eating the foods you love and limits the need for ongoing dental work. With proper care, most teeth that have had root canal treatment can last as 

http://www.pennscommonsdental.com/wp-content/uploads/feature-image-for-root-canal-drop-down-e1420813106949.jpghttp://13002treat.com.au/images/img-root-canal-therepy.jpg