Sunday, March 13, 2016

ઓર્થોડેન્ટિસ્ટ સારવાર



આજના યુગમાં સુંદર અને સ્માર્ટ દેખાવું તે દરેક માટે મહત્ત્વનું છે. તેથી તેઓ પોતાના પૈસા સૌંદર્ય પ્રસાધનોમાં ખર્ચતા જોવા મળે છે. વ્યક્તિના ચહેરાના ઘાટ અને દેખાવમાં દાંત મહત્ત્વનો ભાગ ભજવે છે. સારા દેખાવવાળી વ્યક્તિને સામાન્ય રીતે વધારે મહત્ત્વ મળે છે તેમજ તેવી વ્યક્તિઓનો આત્મવિશ્વાસ પણ વધારે હોય છે. જેથી તેમને સામાજિક માન-સન્માન પણ વધારે સારી રીતે મળે છે. વાંકાચૂકા અને આગળ પડતા દાંતવાળી વ્યક્તિ તેમજ બાળકોને મજાક, મસ્તી કે ચીડવણીનો સામનો પણ કરવો પડે છે. જેથી બાળકોમાં સેલ્ફ કોન્ફિડન્સ ઘટી જાય છે. વાંકાંચૂકાં દાંત, દાંત વચ્ચેની જગ્યા અને આગળ પડતાં દાંતની સમસ્યાની સારવાર ઓર્થોડેન્ટિસ્ટ પાસે કરાવવાથી દાંત એકદમ નોર્મલ બનાવી શકાય છે. બાળપણમાં વાંકાંચૂકાં દાંતની સમસ્યાની શરૂઆત થઈ હોય છે, તેથી બાળક જ્યારે નાનું હોય ત્યારે જ સારવાર કરાવી લેવી જોઈએ. જેથી મોટા થઈને આ સમસ્યા ન રહે.

લક્ષણો
* આગળ પડતા દાંત હોવા જેથી હોઠ બંધ ન થવા.

* જડબું પાછળ હોવું.
* જડબું આગળ હોવું.
* દાંતને કારણે પેઢાંમાં ઈજા થવી.
* દાંત બરાબર બંધ ન થવા.
* વાંકાચૂકા દાંત, જેના કારણે ખોરાક દાંતમાં ફસાઈ જવો. પરિણામે પેઢાંનો રોગ (પાયોરિયા) થવો.
* હાસ્ય દરમિયાન પેઢાં દેખાવાં.
કારણો
* વારસાગત.
* દૂધના દાંત વહેલા કે મોડા પડવા અને જેમ બાળક અમુક સમયગાળામાં ચાલતાં કે બોલતાં શીખી જવાં જોઈએ. તેવી જ રીતે દૂધના દાંત અમુક સમયગાળામાં પડી જવા જોઈએ.
* બાળકોની ટેવો જેવી કે હોઠ ચૂસવાની, અંગૂઠો કે આંગળી મોઢામાં લેવાની, મોઢું ખુલ્લું
* રાખીને સૂવાની વગેરે જેવી ટેવો બાળકોના દાંત અને જડબાંને વિપરીત અસર કરતી હોય છે. પરિણામે બાળકોનાં જડબાંનો વિકાસ ઘટી અથવા વધી જાય છે.
* ઘણાં બાળકો કે વ્યક્તિના દાંતની સાઇઝ અને જડબાંની સાઇઝને મેચ કરતી નથી અથવા તો દાંત વધારે કે ઓછા હોય છે. જેથી વાંકાચૂકા દાંતની વચ્ચે જગ્યા રહી જતી હોય છે.
સારવાર
* આગળ જોઈ ગયા એવાં લક્ષણો ધરાવતાં બાળકો તથા દર્દીઓની સારવાર ઓર્થોડેન્ટિસ્ટ (વાંકાંચૂકાં અને આગળ પડતા દાંત-જડબાંની સારવારના નિષ્ણાત ડોક્ટર) કરતાં હોય છે.
* આગળ અથવા પાછળ પડતાં જડબાંની સારવાર બાળકોના વિકાસ દરમિયાન Growth Modulation applianceથી થતી હોય છે. તેને કારણે બાળકોને ઓર્થોડેન્ટિસ્ટ પાસે ૭થી ૧૦ વર્ષ દરમિયાન એક વાર ચેકઅપ કરાવવું જરૂરી હોય છે. બાળકોનો વિકાસ પૂરો થયા પછી જડબાંનો વિકાસ થતો નથી. જો તેવા સમયે જડબું નાનું-મોટું થઈ ગયું હોય તો પછી સર્જરી કરાવવી પડે છે. વાંકાંચૂકાં અને આગળ પડતાં દાંતની સારવાર બ્રશીસથી થતી હોય છે.
* ઘણા પ્રકારનાં બ્રશીસ આવતાં હોય છે. મુખ્ય સિરામિક અને મેટલ બ્રશીસ હોય છે. સિરામિક એટલે કે દાંતના કલરનાં બ્રશીસ. મેટલ બ્રશીસ પણ ઘણાં જ પ્રચલિત છે.
* આ પ્રકારનાં બ્રશીસની સારવારમાં ચાર દાંત પાડવાની જરૂર પણ પડી શકે છે. આ દાંત પાડવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા ઉદ્ભવતી નથી અને દાંત પાડયા પછી તેની જગ્યાએ આગળના દાંત અથવા તો પાછળ દાંત આવી જતાં હોય છે. જેથી નવા દાંત નાખવાની પણ જરૂર પડતી નથી.
* બાળકોના mixed dentition stage (એટલે કે દૂધના અને કાયમી દાંત આવતા હોય ત્યારનો સમય) જે ૬થી ૧૨ વર્ષ દરમિયાન ઓર્થોડેન્ટિસ્ટના ઓબ્ઝર્વેશનમાં રાખવાથી ભવિષ્યમાં વાંકાચૂકા દાંત અને દાંત વચ્ચેની જગ્યા કાયમી દાંતમાં ફેરવાતા રોકી શકાય છે. સારવાર દરમિયાન લગભગ દુખાવો થતો નથી.
* આ સારવારનાં પરિણામો ખૂબ જ સારાં હોય છે. જ્યારે સારવાર એક નિષ્ણાત ડોક્ટર દ્વારા અત્યાધુનિક ટેક્નિકથી કરવામાં આવે છે.

http://www.thesmilecenter.co.in

drbhavin vasava
9558807219

No comments:

Post a Comment