Saturday, March 12, 2016

દાંત ની સંભાળ :

દાંત ની સંભાળ :
http://www.motherinc.org/wp-content/uploads/2012/06/Proper-Brushing-Techniques.jpg  

દાંત ને સ્વસ્થ રાખવા માટે રોજ બે વાર, એટલે કે રાતે સુતા પહેલા તથા સવારે ઉઠીને બ્રશ કરવું જોઈએ તે માટે યોગ્ય બ્રશ જે વધારે સખત ન હોય તેનો ઉપયોગ કરવો. બ્રશને યોગ્ય રીતે દાંત ઉપર ઘસવું જોઈએ. ઉપરના દાંતને ઉપરથી નીચે અને નીચેના દાંતને નીચે થી ઉપર એમ સાફ કરવા. ત્રાંસી રીતે દાંતને ઘસવા યોગ્ય નથી. તેનાથી દાંતને તથા પેઢાને નુકશાન થઇ શકે છે દાંતની અંદરની સપાટી ને પણ બ્રશ વડે સાફ કરવી જોઈએ. તે ઉપરાંત દાંતને ફ્લોસ પણ કરવા જોઈએ (ખાસ પ્રકાર ના દોરાથી સાફ કરવા)

દાંતનું ચેક અપ :

સામાન્ય રીતે દર વર્ષે બે વાર દાંતના ડોક્ટર પાસે ચેક અપ કરાવવું જોઈએ. તેથી દાંતની બીમારી નું વહેલું નિદાન અને સારવાર થઇ શકે. તે તપાસ વખતે જરૂર લાગેતો દાંતને સાફ કરાવવા જોઈએ. (સ્કેલીંગ). જે લોકોને દાંતની બીમારી જેમકે પેઢા સોજેલા, પેઢામાંથી લોહી નીકળવું, દાંત માં સડો હોય કે દાંતમાં દુખાવો હોય તેમણે દાંતા ડોક્ટર ને વધરે વખત મળવું જરૂરી છે.

દાંતના ચેક અપ વખતે :

તમારા દાંત, પેઢા, મોઢાની અંદરની ત્વચા, વગેરેની તપાસ ડોક્ટર કરશે.તમે કઈ રીતે અને ક્યારે બ્રશ કરો છો તે પૂછશે. તમારા બીજા મેડીકલ કાગળ તથ દવાઓ વિષે પણ ડોક્ટર ને જણાવશો. તપાસ કર્યા પછી ડોક્ટર જરૂરી સારવાર વિષે સમજાવશે.

દાંતની સફાઈ (સ્કેલિંગ).:

દાંતની સંપૂર્ણ સફાઈ કરવામાં આવે છે. તેમાં અમુક ખાસ સાધન વડે દાંત અને પેઢા વચ્ચે સફાઈ કરી ને પ્લાક / કચરો દુર કરવામાં આવે છે. જેથી પેઢા ના રોગો અટકાવી શકાય છે તથા દાંતનું આયુષ્ય વધે છે.

પાલીસ કરવું (પોલિશિંગ):

એક વાર દાંત સાફ થઇ ગયા પછી તેના ઉપરના ડાઘ પાલીસ કરીને દુર કરવા માં આવે છે. તે માટે ખાસ તત્વ અને સાધન નો ઉપયોગ કરવામાં આવે છે.

એક્સરે અને સારવાર:

જો ડોક્ટર ને જરૂર જણાશે તો દાંતનો એક્સરે લેવાનો જણાવશે. ત્યારબાદ જરૂર જણાશે તો સારવાર સુચવશે. જરૂર પડે તે દાંત ની બીજી ઉપશાખા ના નિષ્ણાતની મદદ લેશે.

સલાહ:

તપાસ વખતે ડોક્ટર તમને કેવી રીતે બ્રશ કરવું તથા ફ્લોસ કરવું તે સમજાવશે. તેને અનુસરવાથી દાંતની તથા પેઢાની બિમારીઓ થતી અટકાવી શકાય છે.

No comments:

Post a Comment